Ads 468 x 60

Hoverable Dropdown

નીચેના મેનુ જોવા માટે મુખ્યમેનુ પર કલીક કરો


LIC જીવન વીમાના કોઇપણ કામ માટે અત્યારે જ મિસ-કોલ કરો...હું આપની મદદ કરવા માંગુ છુ....હું ફક્ત તમારાથી એક ફોનની દુરી પર છું.મારો મોબાઇલ નંબર છે. 9904372182 મારુ સરનામુ ્ગામ-ઉમરાળા તા.રાણપુર જી.બોટાદ

વીમો એટલે શું? અને વીમાની આવશ્યકતા શા માટે છે?

 વીમો એટલે શું?
વીમાની વ્યાખ્યા આપણે નીચે પ્રમાણે કરી શકીએ. વીમો એ વીમા કંપની (ઈન્સ્યૂરર) અને પોલીસિધારક (ઈન્સ્યૂર્ડ) વચ્ચેનો કરાર છે. ચોક્કસ ચૂકવણી (પ્રીમિયમ)ની બદલીમાં વીમા કંપની વીમો ઉતરાવનારને ચોક્કસ ઘટના બનવા પર ચોક્કસ માત્રાની રકમ ચૂકવવા માટે બંધાય છે.
આ બધુ બરોબર છે પરંતુ, આનો અર્થ શું? આ પ્રશ્નનો જવાબ મેળવવાનું પ્રથમ પગલું એટલે વીમો શા માટે જરૂરી છે તે  સમજવું.
વીમાની આવશ્યકતા શા માટે છે?
વીમાની આવશ્યકતા શા માટે છે તે સમજવા નીચેનું ઉદાહરણ ધ્યાનમાં લો.
ઉદાહરણ   અજય ૩૫ વર્ષનો યુવાન છે અને બહુરાષ્ટ્રીય કંપની (એમએનસી)માં કામ કરે છે. તેને ૧૦ વર્ષનો પૂત્ર વિજય છે જે મોટો થઈને ડોકટર બને તેવું તેનું સ્વપ્ન છે. અજયની પત્ની ગૃહિણી છે અને માતાપિતા નિવૃત જીવન જીવે છે અને અજય પર નિર્ભર છે. અજયે ઘર માટે લોન લીધી છે અને પૂત્રના ઉચ્ચ અભ્યાસ, લગ્ન તથા પોતાના નિવૃત્તીકાળમાં જીવન નિર્વાહ માટે દર મહિને રોકાણ પણ કરે છે. અજય ઈચ્છે છે કે વિજયને જીવનના દરેક સુખ મળે અને પોતાના માતાપિતાની જેમ નિવૃત્તીકાળમાં પોતે વિજય પર નિર્ભર રહેવું ન પડે. અત્યારસુધી અજયની યોજના પ્રમાણે બધું જ બરાબર ચાલે છે. પરંતુ નીચેની સ્થિતિમાં શું થઈ શકે તેની કલ્પના કરો. એક દિવસ ઓફિસેથી ઘરે આવતાં અજયનું અકસ્માતમાં મૃત્યુ થાય છે. હવે શું થશે? તેના પરિવારની સંભાળ કોણ લેશે? વિજયના શિક્ષણ, લગ્ન, ઘરની લોન વગેરે ખર્ચ કેવી રીતે પહોંચી વળાશે? પોતાની ગેરહાજરીમાં પરિવારની સંભાળ રહે તે માટે અજય પાસે કેવા વિકલ્પ ખૂલ્લા છે?
હવે અજયના સ્થાને તમે તમારી જાતને મૂકો અને તમે કુટુંબના એક માત્ર કમાતી વ્યક્તિ છો અને તમારે પણ આવી જસ્થિતિનો સામનો કરવો પડે તો, તમે શું કરશો? શાંત રહો, અમારો ઈરાદો તમને ડરાવવાનો કે ભય ફેલાવવાનો નથી, પરંતુ ઉપરની સ્થિતિમાં ઊભી થતી દરેક સમશ્યાઓના ઉકેલ માટે વીમાનું આવરણ કેટલું મહત્વનું છે તે અંગે તમને સમજાવવા માટેનુ અમારું આ એક ઉદાહરણ છે.માટે આ સ્થિતિ પર ફરી નજર નાંખીએ અને વીમો તેનો કઈ રીતે ઉકેલ પૂરો પાડે છે તે જોઈએ.ઘરમાં કમાતી વ્યક્તિના અકાળે અવસાનના સમયે જીવન વીમો પરિવારને રક્ષણ પૂરું પાડે છે. જો અજયે પૂરતું વીમા કવચલીધું હશે અને તેનું અકાળે અવસાન થાય તો વીમા કંપની તરફથી તેના પરિવારને મળનારી રકમથી પરિવારને રક્ષણ મળી
શકે છે. વીમાના નાણાં એક કુટુંબના જીવન નિર્વાહના ખર્ચ તથા વિજયના શિક્ષણ અને લગ્ન, ઘરની લોન\ વગેરે ચિંતા પાર પાડે છે.હવે આપણે ઉપરની સ્થિતિમાં વીમો, આ કિસ્સામાં જીવન વીમો એક વ્યક્તિને અનપેક્ષિત ઘટનાઓ સામે કઈ રીતે રક્ષણ આપી શકે છે તે જોઈ શકશું.
આની પર વિચાર કરો. . . . . 
તમારા પરિવારને આવક પૂરી પાડનાર તમે એક જ વ્યક્તિ છો અને તમે જીવનમાં કેવા જોખમોથી ઘેરાયેલા છો? તમારા કોઈ નાણાંકીય હીત છે જેને તમે સુરક્ષિત બનાવવા માંગો છો?

  • વધારે માહિતી માટે કોલ કરો..  
  • બોટાદ શાખાના જીવન વીમા સલાહકાર
  • સાંકળીયા ભરતભાઇ શામજીભાઇ 
  • મો. 9904372182